BAN VS ZIM | Leaving the ball, the Bangladesh batsman made dance moves, but the Zimbabwean bowler did not like the reaction; Both player had verbal fight | બોલ લીવ કરી બાંગ્લાદેશના બેટ્સમેને ડાન્સ મૂવ્સ કર્યા, ઝિમ્બાબ્વેના બોલરને આ પ્રતિક્રિયા ના ગમી; બંને ચાલૂ મેચમાં બાખાડ્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • BAN VS ZIM | Leaving The Ball, The Bangladesh Batsman Made Dance Moves, But The Zimbabwean Bowler Did Not Like The Reaction; Both Player Had Verbal Fight

38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ઝિમ્બાબ્વેનો બોલર તસ્કીન સામે ધસી આવ્યો હતો - Divya Bhaskar

ઝિમ્બાબ્વેનો બોલર તસ્કીન સામે ધસી આવ્યો હતો

  • બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં 468 રન બનાવ્યા, જેના જવાબમાં ઝિમ્બાબ્વનો સ્કોર 1 વિકેટના નુકસાને 114 રન છે (બીજા દિવસના અંત સુધી)

બાંગ્લાદેશની ટીમ અત્યારે ઝિમ્બાબ્વે ટૂર પર છે. બંને ટીમ વચ્ચે હરારેમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પરંતુ આ મેચના બીજા જ દિવસે વિવાદ શરૂ થઈ ગયો હતો. બેટિંગ દરમિયાન બાંગ્લાદેશી ખેલાડી તસ્કીન અહેમદ અને ઝિમ્બાબ્વેનો બોલર બ્લેસિંગ મુઝરાબાની બાખડ્યા હતા. બંને ખેલાડઓ વચ્ચે હાથાપાઈ થાય, એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સમય દરમિયાન એ બંને વચ્ચે અપશબ્દોની પણ આપ-લે થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ.

બંને એક બીજાને અપશબ્દો બોલ્યા
બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે બંને ખેલાડી વચ્ચે ઝઘડો થયો હતો. બાંગ્લાદેશની ઈનિંગની 85મી ઓવરમાં બ્લેસિંગ મુઝરાબાનીના બીજા બોલ પર તસ્કીન અહેમદે બેકફુટ પર જઈને ડિફેન્સ કર્યું હતું. તસ્કીને બોલ ડિફેન્સ કર્યા પછી ડાન્સ મૂવ્સ કર્યા હતા, જે બોલરને નહોતા ગમ્યા અને તે તસ્કીન તરફ ધસી આવ્યો. તસ્કીન પણ બોલરની આંખમાં આંખ નાખીને ઝઘડો કરવા લાગ્યો હતો. બોલર મુઝરાબાનીએ પોતાનું માથું તસ્કીનની હેલ્મેટ ગ્રિલને ટચ કરીને અપશબ્દો બોલ્યા હતા.

બાંગ્લાદેશનો મેચમાં બાઉન્સ બેક
ઝિમ્બાબ્વે સામેની મેચમાં બાંગ્લાદેશે પોતાની પહેલી ઇનિંગમાં 468 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બીજા દિવસે ઝીમ્બાબ્વેની ટીમે 1 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા હતા. બીજા દિવસની શરૂઆતમાં ઝિમ્બાબ્વેને આશા હતી કે તે 2 વિકેટ ઝડપથી લઈ લેશે, પરંતુ બાંગ્લાદેશના લોઅર ઓર્ડરે સારી બેટિંગ કરી હતી. તસ્કીન અહેમદ અને મહમૂદુલ્લાહે નવમી વિકેટ માટે 191 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. મહમૂદુલ્લાહે 150* રનની ઈનિંગ રમી હતી, જે એનો સર્વાધિક સ્કોર છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *