aus vs wi 2nd odi update| The match was called off despite being tossed by Corona, with Windies’ support staff member Positil; The players of both the teams were isolated | કોરોનાને કારણે ટોસ થઈ ગયો હોવા છતાં મેચ પડતી મૂકાઈ, વિન્ડીઝનો સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ; બંને ટીમના ખેલાડીને આઇસોલેટ કરાયા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Aus Vs Wi 2nd Odi Update| The Match Was Called Off Despite Being Tossed By Corona, With Windies’ Support Staff Member Positil; The Players Of Both The Teams Were Isolated

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિન્ડીઝ ક્રિકેટ ટૂંક સમયામાં બીજી વનડે મેચની નવી તારીખ જાહેર કરશે

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની બીજી વનડેને કોવિડનાં કારણે શરૂ થવાની કેટલીક સેકન્ડો પહેલાં જ અચાનક પડતી મૂકાઈ છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વેસ્ટઇન્ડિઝના સપોર્ટ સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રસપ્રદ બાબત તો એ છે કે બીજી વનડે પહેલા ટોસની સાથે તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં મેચને સસ્પેન્ડ કરવી પડી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મેચ શરૂ થાય એ પહેલા વિન્ડીઝનો સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવ્યાનો ઘટસ્ફોટ થતા મેચને તાત્કાલિક સસ્પેન્ડ કરવી પડી હતી. આ મેચનો પહેલો બોલ ફેંકાવાની થોડીક જ ક્ષણ પહેલા પોઝિટિવ કેસની પુષ્ટી થઈ હતી.

ટોસ થયાના ટૂંક સમયમાં જ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓને આ સમાચાર આપવામાં આવ્યા હતા. જેના પગલે બંને ટીમો તાત્કાલિક ધોરણે પોત-પોતાના ડ્રેસિંગ રૂમમાં જતી રહી હતી.

બંને ટીમના પ્લેયર્સ, સ્ટાફ મેમ્બર અને બ્રોડકાસ્ટિંગ ટીમ હોટલનાં બાયો-બબલમાં પરત ફર્યા

બંને ટીમના પ્લેયર્સ, સ્ટાફ મેમ્બર અને બ્રોડકાસ્ટિંગ ટીમ હોટલનાં બાયો-બબલમાં પરત ફર્યા

વિંડીઝ ક્રિકેટે પણ આ અંગે પુષ્ટી કરી
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટે ટૂંક સમયમાં એક નિવેદન બહાર પાડીને પુષ્ટિ કરી હતી કે તેમના સપોર્ટ સ્ટાફના સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારપછી તત્કાલિક ધોરણે બંને ટીમને પોતાની હોટલમાં પરત ફરવાનો આદેશ અપાયો હતો. જ્યાં ટીમના પ્લેયર્સની સાથે, સ્ટાફ મેમ્બર અને બ્રોડકાસ્ટિંગ ટીમને ચુસ્ત બાયો-બબલમાં રખાઈ હતી.

તમામ ખેલાડીને સિંગલ રૂમમાં રખાયા, ફરીથી કોવિડ ટેસ્ટ કરાશે
હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ બંને ટીમના ખેલાડી સહિત અન્ય સ્ટાફ મેમ્બર્સને આઇસોલેટ કરી દેવાયા છે. અહી તેમને અલગ-અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે, જેના કારણે જો કોઇ એક ખેલાડીને પણ ચેપ લાગ્યો હોય તો તે બધામાં ફેલાય નહીં. આઇસોલેશનમાં રાખેલા તમામ સ્ટાફ અને ખેલાડીનો ફરીથી કોવિડ ટેસ્ટ પણ કરાશે અને જો કોઇ પોઝિટિવ આવશે તો તાત્કાલિક એને સારવાર આપવાનું શરૂ કરી દેવાશે.

વિન્ડીઝ ક્રિકેટ ટૂંક સમયામાં નવી તારીખ જાહેર કરશે
વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટૂંક સમયમાં આ મેચની નવી તારીખો બહાર પાડશે. તેના સત્તાવાર નિવેદનમાં વિંડીઝ ક્રિકેટે જણાવ્યું હતું કે તમામ ખેલાડીનો રિપોર્ટ આવ્યા પછી ફરીથી મેચ ક્યારે રમાશે એ અંગે જાહેરાત કરવામાં આવશે. અત્યારે બંને ટીમો તથા બ્રોડકાસ્ટિંગ ટીમના મેમ્બર્સ બાયોબબલમાં સૂરક્ષિત છે. ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝ વચ્ચે 5 T-20 અને 3 વનડેની સિરીઝનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *