Athletes also avoided decisions such as marriage, family for the Olympics; 2.25 lakh crore was spent on planning | ખેલાડીઓએ ઓલિમ્પિક માટે લગ્ન, પરિવાર જેવા નિર્ણય પણ ટાળ્યા; આયોજન પાછળ 2.25 લાખ કરોડ ખર્ચાઇ ચૂક્યા હતા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Athletes Also Avoided Decisions Such As Marriage, Family For The Olympics; 2.25 Lakh Crore Was Spent On Planning

ટોક્યો2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહામારીના જોખમ વચ્ચે જાપાન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરી રહ્યું છે

ઓલિમ્પિક ગેમ્સમાં સંખ્યા હંમેશા મહત્ત્વપૂર્ણ રહી છે. આ ગેમ્સનો અર્થ છે- વધુ ઝડપ, વધુ ઊંચાઇ, વધુ મજબૂત. આ ક્ષમતાનું સેકન્ડ, મીટર અને પૌન્ડ વિના અસ્તિત્વ નથી પણ છેલ્લા એક વર્ષથી ઓલિમ્પિકની ચર્ચામાં અલગ પ્રકારની સંખ્યા હાવી થઇ ગઇ છે, જેમ કે કોરોનાના વધતા કેસ, તેના જોખમના કારણો કે ઓછું રસીકરણ. આ ચિંતાઓ વચ્ચે ઓલિમ્પિક ગેમ્સ યોજાનાર છે.

આ આયોજન માટે અબજો ડોલર દાવ પર છે, હજારો ખેલાડીઓએ એક વર્ષથી જિંદગી રોકી દીધી. આવા ઘણાં કારણ હતા, જેથી આયોજન ટાળવું શક્ય નહોતું. ગત વર્ષે ઓલિમ્પિક ગેમ્સ મુલતવી રહ્યા બાદ આગળની તૈયારી માટે હજારો ખેલાડીઓએ અંગત જીવનના મહત્ત્વના નિર્ણયો પણ ટાળ્યા. 200 દેશનું પ્રતિનિધિત્વ કરતા 11,100 એથ્લીટે ઓલિમ્પિક અને 4,400 પેરાલિમ્પિક પ્લેયર્સે રમત માટે અંગત જીવનના તમામ નિર્ણયો એક વર્ષથી રોકી રાખ્યા, જેથી તેઓ સખત તાલીમ મેળવીને રમતોના આ મહાકુંભમાં સફળ થવાનું સ્વપ્ન સાકાર કરી શકે. ઘણાં ખેલાડીઓએ લગ્ન કરવા, બાળક પેદા કરવા કે કોલેજમાં એડમિશન જેવા નિર્ણય ટાળ્યા.

ક્લીવલેન્ડના બોક્સર ડેલોન્ટે જોનસન કહે છે કે મારા દિવંગત કોચ ક્લિન્ટ માર્ટિને કહ્યું હતું કે હું ઓલિમ્પિકમાં રમીશ. તેથી મેં પ્રોફેશનલ બનવાનો નિર્ણય એક વર્ષ માટે ટાળ્યો. કેલિફોર્નિયાની 29 વર્ષીય વોટર પોલો પ્લેયર કેલી ગિલક્રિસ્ટ કહે છે કે ઓલિમ્પિકનું સપનું સાકાર કરવા મેં બધું જ છોડી દીધું. હું ખુશ છું કે અમે અમારી મહેનત દુનિયાને દેખાડી શકીશું.

  • પ્રતિષ્ઠાનો સવાલ: ઓલિમ્પિક રદ થાત તો જાપાનના પીએમ યોશીહિદે સુગાનું રાજકીય ભવિષ્યમાં જોખમમાં મુકાયું હોત. ટોક્યોની ટેમ્પલ યુનિ.ના એશિયન સ્ટડીઝના હેડ જેફ કિંગ્સ્ટન કહે છે કે સપ્ટેમ્બરમાં ચૂંટણી છે. સફળ, સુરક્ષિત ઓલિમ્પિક મોટો અપસેટ સર્જી શકે છે. રોકાણ સલાહકાર જેસ્પર કહે છે કે ઓલિમ્પિક રદ થઇ હોત તો તેનાથી નાણાકીય કરતાં તો પ્રતિષ્ઠાનું જે નુકસાન થયું હોત તેનું આકલન શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *