Athiya Shetty becomes photographer for boyfriend KL Rahul, accompanied by Virat Kohli-Anushka Sharma | બોયફ્રેન્ડ કેએલ રાહુલ માટે અથિયા શેટ્ટી બની ફોટોગ્રાફર, સાથે હતા વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

[ad_1]

મુંબઈ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેએલ રાહુલ તથા અથિયા શેટ્ટી ઇંગ્લેન્ડમાં સાથે છે.
  • અનુષ્કા શર્માએ તસવીર શૅર કરીને કહ્યું, ‘હમ સાથ સાથ હૈ’

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી હાલમાં ઇંગ્લેન્ડમાં સમય પસાર કરી રહ્યાં છે. બોલિવૂડના આ લવ બર્ડ્સની સાથે કેએલ રાહુલ તથા અથિયા શેટ્ટી પણ છે. હાલમાં જ કેએલ રાહુલે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. નોંધનીય છે કે રાહુલ તથા અથિયા વચ્ચે લાંબા સમયથી અફેર ચાલે છે. હાલમાં આ તમામ ક્રિકેટર્સ ઇંગ્લેન્ડના ડરહામમાં છે.

શું છે તસવીરમાં?
કેએલ રાહુલ આ તસવીરમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, ઈશાંત શર્મા તથા ઉમેશ યાદવ જોવા મળે છે. આ તસવીર શૅર કરીને રાહુલે કેપ્શમાં લખ્યું હતું, ‘રાઇટ સ્વેપ’. બીજી તસવીરમાં અથિયા શેટ્ટી, ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહ, ઉમેશ યાદવની પત્ની તાન્યા વાધવા, મયંક અગ્રવાલની પત્ની આશીતા સૂદ તથા અનુષ્કા શર્મા જોવા મળે છે. અથિયા શેટ્ટી ક્રિકેટર્સનો ફોટો ક્લિક કરતી જોવા મળી હતી.

સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી
કેએલ રાહુલની આ તસવીર પર સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. ચાહકો અથિયા શેટ્ટીની ફોટોગ્રાફી સ્કિલ પર ફિદા થઈ ગયા હતા. એક ચાહકે કહ્યું હતું કે અથિયાએ પ્રોફેશનલી ફોટોગ્રાફી કરવાની જરૂર છે. તો અન્ય એકે કહ્યું હતું કે તેને અથિયાની ઈર્ષ્યા થાય છે.

અનુષ્કાએ પણ તસવીર શૅર કરી
અનુષ્કાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી, જેમાં વિરાટ કોહલી-અનુષ્કા, કેએલ રાહુલ-અથિયા શેટ્ટી, ઉમેશ યાદવ-તાન્યા, ઈશાંત શર્મા, રાજલ અરોરા જોવા મળે છે. આ તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, ‘હમ સાથ સાથ હૈ..’

હાલમાં કેએલ રાહુલ-અથિયા સાથે જોવા મળ્યા હતા
ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં ઈશાંત શર્મા, કેએલ રાહુલ, અથિયા તથા અન્ય એક ફ્રેન્ડ જોવા મળે છે. અથિયા ગ્રુપ સેલ્ફી લે છે. આ તસવીર શૅર કરીને ઈશાંત શર્માની પત્નીએ કહ્યું હતું, ‘રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ.’ આ તસવીર પરથી એ વાત કન્ફર્મ થઈ ગઈ કે ઇંગ્લેન્ડમાં બંને સાથે જ છે અને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.

કેએલ રાહુલે અથિયાને પાર્ટનર ગણાવી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે રાહુલે BCCIને અથિયાની ઓળખાણ પાર્ટનર તરીકે આપી હતી. ગયા મહિને અથિયા તથા રાહુલ સાથે જ ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા. ક્રિકેટર્સ ઇંગ્લેન્ડ જાય એ પહેલાં લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ્સે તમામ ક્રિકેટર્સને તેમની સાથે ટ્રાવેલ કરનારી વ્યક્તિઓનાં નામ માગ્યા હતા. પ્લેયર્સે પોતાની પત્ની અથવા પાર્ટનર્સના નામ આપવાના હતા. કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાર્ટનર કહીને તેનું નામ આપ્યું હતું. અથિયા પણ સાઉથેમ્પ્ટનમાં ક્રિકેટર્સ સાથે જ બાયો બબલમાં રહી હતી.

4 ઓગસ્ટથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે
ભારતની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે અને અહીંયા 5 ટેસ્ટ મેચ રમશે. ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટના રોજ શરૂ થશે. આ પહેલાં ભારતીય ટીમ કાઉન્ટી ઇલેવન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમી હતી અને તેમાં કેએલ રાહુલ તથા રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *