Atanu Das in archery and Amit Panghal in boxing lost in the pre-quarter finals; Indus to face Taipei of China in the semifinals | કમલપ્રીત કૌર ડિસ્કસ થ્રોની ફાઇનલમાં; હોકીમાં ભારતીય મહિલા ટીમ દક્ષિણ આફ્રિકા સામે 2-2ની બરાબરી પર

[ad_1]

ટોક્યોઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
  • આજે ભારતની પીવી સિંધુનો મહિલા બેડમિન્ટન સિંગલ્સ સેમી-ફાઇનલ મુકાબલો

ટોક્યો ઓલિમ્પિક્સના 9મા દિવસે ડિસ્કસ થ્રો કેટેગરીમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અહીં કમલપ્રીત કૌરે 64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર બે જ મહિલા ખેલાડી 64 મીટરનો આંકડો સ્પર્શી શકી હતી. ફાઇનલ 2 ઓગસ્ટના રોજ થશે. ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી છે અને ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલો ગોલ કર્યો છે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં વિશ્વના નંબર-1 બોક્સર અમિત પંઘલે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ હારી છે. એને કોલંબિયાના યુબેર્જેન રિવાસે 4-1થી હરાવ્યો હતો. અમિત પ્રથમ રાઉન્ડ સરળતાથી જીતી ગયો, પરંતુ બીજા અને ત્રીજા રાઉન્ડમાં પોતાનો લય જાળવી શક્યો નહીં, જ્યારે તીરંદાજીમાં પણ અતનુદાસને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને જાપાનના તાકાહરુ ફુરુકાવાએ 6-4થી હરાવ્યો હતો.

અતનુએ પહેલી શ્રેણી 27-25થી હારી. અતનુએ 9, 8, 8 અંક બનાવ્યા. બીજી શ્રેણીમાં બંને વચ્ચેની મેચ 28-28થી બરાબરી પર રહી હતી. અતનુએ બીજી શ્રેણીમાં 10, 9, 9 પોઇન્ટ મેળવ્યા હતા. અતનુએ ત્રીજી શ્રેણી 28-27થી જીત મેળવી. આ પછી ચોથો સેટ 28-28થી બરાબરી પર રહ્યો હતો. અતનુ છેલ્લા સેટમાં 26-27થી હારી ગયો હતો.

આ સિવાય આજે ભારતની પીવી સિંધુ મહિલા બેડમિન્ટનની સિંગલ્સ મુકાબલાની સેમી-ફાઇનલ મેચ રમશે. સિંધુનો મુકાબલો ચાઈનીઝ તાઈપે કી તાઈ ઝુ યિંગ સામે થશે. યિંગ વિશ્વ નંબર-1ખેલાડી છે. તેના સિવાય પૂજા રાની પણ બોક્સિંગમાં મેડલ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

આજે ભારતનું સંપૂર્ણ શિડ્યૂલ

એથ્લેટિક્સ

બપોરે 3:40 વાગ્યાથી પુરુષોની લાંબી કૂદ, સિરીશંકર, ક્વોલિફિકેશન ગ્રુપ બી

બેડમિન્ટન

બપોરે 3:20 વાગ્યાથી મહિલા સિંગલ્સ સેમી-ફાઇનલ પીવી સિંધુ વિ. તાઇ ઝુ યિંગ (ચાઇનીઝ તાઇપે)

બોક્સિંગ

બપોરે 3:36 વાગ્યાથી પૂજા રાની વિ. લી કિયાન (ચીન) 75 કિગ્રા મહિલા પ્રી-ક્વાર્ટર ફાઇનલ

હોકી

સવારે 8:45 વાગ્યેથી ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, મહિલા પૂલ એ મેચ

સેલિંગ

સવારે 8:35 વાગ્યેથી કેસી ગણપતિ અને વરુણ ઠક્કર, મેન્સ સ્કિફ રેસ 10, 11 અને 12

શૂટર

સવારે 8:30 વાગ્યેથી અંજુમ મૌદગીલ અને તેજસ્વી સાવંત, મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ક્વોલિફિકેશન

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *