Ashes should be canceled if family does not get to go to Australia: Michael Vaughan | એશિઝ રદ થવી જોઈએ, જો પરિવારને ઓસ્ટ્રેલિયા ન જવા મળે તો: માઇકલ વોન

[ad_1]

લંડન3 કલાક પહેલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વોનનું માનવું છે કે જો કોરોના પ્રોટોકોલને કારણે ખેલાડીઓએ તેમના પરિવારને ચાર મહિના લાંબા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ જવા દેવામાં ન આવે તો એશિઝ સિરીઝ રદ કરવી જોઈએ. બ્રિટિશ મીડિયાના એક અહેવાલ મુજબ એવી સંભાવના છે કે ઈંગ્લેન્ડના ખેલાડીઓ 8 ડિસેમ્બરથી શરૂ થનારી એશિઝ ક્રિકેટ સીરિઝમાં પરિવારને સાથે રાખી શકે નહીં.

માઇકલ વોને ટ્વીટ કર્યું હતું કે આજે અહેવાલો વાંચ્યો કે ઇંગ્લેન્ડના ક્રિકેટરો એશિઝ શ્રેણી માટે તેમના પરિવારને લઇ શકશે નહીં. જો એમ હોય તો, શ્રેણી રદ થવી જોઈએ. ચાર મહિનાથી પરિવારથી દૂર રહેવું જરાય સ્વીકાર્ય નથી. પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને કહ્યું કે ખેલાડીઓ જો આવા પ્રતિબંધો વચ્ચે ન રમવાનું નક્કી કરે તો તેમને દોષી ઠેરવવા જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *