Arian Titmus won the gold medal in the 400m freestyle, his coach danced in such a weird way; VIDEO VIRAL | એરિયન ટિટમસે 400 મીટર ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીત્યો, એના કોચે જુસ્સામાં આવી વિચિત્ર ડાન્સ કરી ઠુમકા લગાવ્યા; VIDEO વાઇરલ

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • એરિયનનો કોચ ડીન બોક્સલ મેડલ વિતરણ વખતે રડી પડ્યો

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન સ્વિમર એરિયન ટિટમસે સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એણે 400 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અમેરિકાની કેથલિન લેડેકીને પાછળ પાડી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેના કારણે એના કોચે ખુશ થઈને ટોક્યો એક્વાટિક સેન્ટરના સ્ટેન્ડ્સમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. એણે જુસ્સામાં એવો વિચિત્ર ડાન્સ કરીને ઠુમકા માર્યા કે સોશિયલ મીડિયામાં લોકો અચંબિત થઈ ગયા હતા. જુઓ એનો ડાન્સ કરતો વાઇરલ વીડિયો…

એરિયન છેલ્લી 100 મીટરમાં કેથલીનને પાછળ પાડી ત્રણ મિનિટ અને 56.69 સેકેન્ડના ઓલિમ્પિક રેકોર્ડ ટાઇમિંગ દર્શાવી જીત મેળવી હતી. આ જીત બાદ એરિયનનાં કોચની પ્રતિક્રિયાઓ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. એણે સ્ટેન્ડ્સમાં અલગ જ પ્રકારે ઠુમકા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ડિન બોક્સલનો આ વીડિયો ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક ટીમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટે પણ શેર કર્યો હતો.

જો ડીન ના હોત તો હું પણ અહીંયા આવીને ગોલ્ડ મેડલ ના જીતી શકી હોત- એરિયન ટિટમસ

જો ડીન ના હોત તો હું પણ અહીંયા આવીને ગોલ્ડ મેડલ ના જીતી શકી હોત- એરિયન ટિટમસ

એરિયન પોતાની જીતનો શ્રેય ડિન બૉક્સેલને આપ્યો
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા પ્રમાણે એરિયન ટિટમસે પોતાની જીત બાદ કોચની પ્રતિક્રિયા અંગે ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે તે આવા જ જુસ્સાદાર અને એનિમેટેડ છે. એમણે મારા માટે ઘણો ત્યાગ કર્યો છે. તેઓ પોતાના પરિવાર, પત્ની અને બાળકો સાથે પણ સમય વિતાવી શકતા નહોતા. જો ડીન ના હોત તો હું પણ અહીંયા આવીને ગોલ્ડ મેડલ ના જીતી શકી હોત.

મારા કરતા વધારે કોચને આ મેડલની ખુશી થઈ હોય એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. - એરિયન ટિટમસ

મારા કરતા વધારે કોચને આ મેડલની ખુશી થઈ હોય એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. – એરિયન ટિટમસ

એરિયનનો કોચ મેડલ વિતરણ વખતે રડી પડ્યો
એરિયને જ્યારે ગોલ્ડ મેડલ પહોર્યો ત્યારે ડીન બોક્સલ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો હતો. એ અંગે એરિયને પણ કહ્યું હતું કે હું તેમની ભાવનાઓને સમજી શકું છું અને મારા માટે એમને જેટલો ભોગ આપ્યો છે તે આ આંસુઓ દ્વારા બહાર છલકીને આવ્યો છે. મારા કરતા વધારે તેમને આ મેડલની ખુશી થઈ હોય એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

એરિયનના કોચનો જૂનો વીડિયો પણ વાઇરલ
ઓસ્ટ્રેલિયન સ્વિમિંગ કોચ ડીન બોક્સલનો એક મહિના પહેલાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એ એરિયનને સ્વિમિંગ ટ્રાયલ્સમાં ચિયર કરતો નજરે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *