Argentine star footballer Messi completes contract with Barcelona, has been part of the Spanish club for 17 years | આર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલરનો બાર્સેલોના સાથે કોન્ટ્રાક્ટ પૂરો, 17 વર્ષથી આ સ્પેનિશ ક્લબનો ભાગ હતો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Argentine Star Footballer Messi Completes Contract With Barcelona, Has Been Part Of The Spanish Club For 17 Years

એક કલાક પહેલા

  • કૉપી લિંક
16 ઓક્ટોબર 2004ના રોજ મેસ્સીએ બાર્સેલોના ક્લબ તરફથી પહેલી મેચ રમી હતી - Divya Bhaskar

16 ઓક્ટોબર 2004ના રોજ મેસ્સીએ બાર્સેલોના ક્લબ તરફથી પહેલી મેચ રમી હતી

  • મેસ્સી 17 વર્ષથી આ સ્પેનિશ ક્લબનો ભાગ હતો
  • મેસ્સીએ બાર્સેલોના ક્લબ માટે 778 મેચોમાં 672 ગોલ કર્યા છે

આર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીનો બાર્સેલોના સાથે 30 જૂને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. હવે મેસ્સીના આગળ શું પ્લાન હશે એ અંગે કોઇને માહિતી મળી નથી. અત્યારે કોન્ટ્રાક્ટ અંગે ક્લબ અને મેસ્સી વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. મહત્ત્વની વાત એ છે કે 2019-20માં મેસ્સીએ ક્લબથી અલગ થવની વાત કરી હતી, એવામાં ફુટબોલ ફેન્સ પણ એજ વિચારમાં છે કે શું મેસ્સી ફરીથી કોન્ટ્રાક્ટ સાઇન કરશે કે પછી અન્ય ક્લબ સાથે જોડાશે?

2019-20 પછી ક્લબનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. ટીમને ચેમ્પિયન્સ લીગમાં બાયર્ન મ્યૂનિખના હાથે ક્વાર્ટર ફાઇનલમાં 8-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બાર્સેલોનાના ઇતિહાસમાં ક્લબ અને મેસ્સીની સૌથી મોટી હાર હતી. ત્યારપછી ટીમને નવો કોટ અને નવો પ્રેસિડેન્ટ પણ મળી ગયો છે. મેસ્સી સાથે વિવાદોમાં સપડાયેલા જોસેપ બાર્ટોમ્યૂને કાઢી મુકાયો છે.

મેસ્સી અને પ્રેસિડેન્ટ જોઆન લાપોર્ટાની ફાઇલ તસવીર

મેસ્સી અને પ્રેસિડેન્ટ જોઆન લાપોર્ટાની ફાઇલ તસવીર

લાપોર્ટાએ મેસ્સી અંગે ઘટસ્ફોટ કર્યો
અત્યારે પ્રેસિડેન્ટ જોઆન લાપોર્ટાના મેસ્સી સાથે સારા સંબંધો છે. મેસ્સીએ જ્યારે કરિયરની શરૂઆત કરી હતી ત્યારે પણ તેઓ બાર્સેલોનાના પ્રેસિડેન્ટ હતા. તેમણે જણાવ્યું હતું કે મેસ્સી નવો કોન્ટ્રાક્ટ સાઇન કરી શકે છે. ભલે ગત વર્ષે ક્લબ સાથે એને થોડું ઘર્ષણ થયું હતું પરંતુ મેદાનમાં એનું પ્રદર્શન યોગ્ય રહ્યું હતું.

2017નાં કોન્ટ્રાક્ટમાં મેસ્સીને 1200 કરોડ રૂપિયા મળ્યા
મેસ્સીએ સ્પેનિશ લીગમાં સૌથી વધુ 30 ગોલ કર્યા હતા અને ટીમને કોપા ડેલ રે ટાઇટલ જીતાડ્યું હતું. મેસ્સીએ વર્ષ 2017માં બાર્સેલોના સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. જેમાં તેને એક સીઝન માટે 164 મિલિયન ડોલર એટલે કે 1200 કરોડ રૂપિયા મળ્યા હતા.

મેસ્સીએ બાર્સેલોના સાથે 35 ટાઇટલ જીત્યાં
મેસ્સીએ બાર્સેલોના સાથે 17 સીઝનમાં 35 ટાઇટલ જીત્યાં છે. તેણે 4 વાર ટીમને ચેમ્પિયન્સ લીગ, 10 વાર સ્પેનિશ લીગ, 7 વાર કોપા ડેલ રે અને 8 વાર સ્પેનિશ સુપર કપ જીતાડ્યો હતો. આ ક્લબ તરફથી રમતા મેસ્સીએ 6 વાર બેલન ડી’ઓર અવૉર્ડ જીત્યા છે. તેણે બાર્સેલોનામાંથી કુલ 778 મેચ રમી છે અને 672 ગોલ કર્યા છે. સ્પેનિશ લીગમાં પણ 520 મેચમાં 474 ગોલ સાથે એનું નામ સૌથી વધુ ગોલ મારનારની યાદીમાં સામેલ છે. આની સાથે કોઇ એક ક્લબ સાથે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પણ મેસ્સીને નામ છે.

16 ઓક્ટોબર 2004ના રોજ મેસ્સીએ બાર્સેલોના ક્લબમાંથી પહેલી મેચ રમી હતી

16 ઓક્ટોબર 2004ના રોજ મેસ્સીએ બાર્સેલોના ક્લબમાંથી પહેલી મેચ રમી હતી

મેસ્સી 13 વર્ષનો હતો ત્યારથી બાર્સેલોનામાં છે
મેસ્સીએ આઠ સીઝનની અંદર સ્પેનિશ લીગમાં સૌથી વધુ ગોલ માર્યા છે. વળીં 6 વાર ચેમ્પિયન્સ લીગનો ટોપ સ્કોરર રહ્યો છે. તેણે બાર્સેલોનાના સૌથી મોટા હરીફ રીઅલ મેડ્રિડ સામે 26 ગોલ કર્યા છે. મેસ્સી 13 વર્ષનો હતો ત્યારથી બાર્સેલોનામાં જોડાઈ ગયો છે. 16 ઓક્ટોબર 2004ના રોજ એણે આ ક્લબમાંથી પહેલી મેચ રમી હતી. ત્યારપછી તરત 2 વર્ષ પછી ક્લબને ચેમ્પિયન્સ લીગ જિતાડવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *