Amit’s small size boon, Punch quickly defends himself by going to the backfoot | પિતા રમવા માટે ના પાડતા હતા, પણ દાદા અને મોટા ભાઈએ પ્રોત્સાહન આપ્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Amit’s Small Size Boon, Punch Quickly Defends Himself By Going To The Backfoot

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અમિતનું નાનું કદ વરદાન, પંચ મારી ઝડપથી પોતે બેકફૂટમાં જઇ ડિફેન્સ કરે છે
  • બોક્સિંગમાં મેડલના દાવેદાર અમિત પંઘાલની સંઘર્ષની કહાની

અમિત પંઘાલ વિશ્વનો નંબર વન મુક્કેબાજ. ઓલિમ્પિકમાં મુક્કેબાજીમાં ભારત માટે મેડલ માટે મજબૂત દાવેદાર છે. પણ 10 વર્ષ પહેલા તેના દાદા અને મોટા ભાઈ અમિતને આ રમતમાં પ્રોત્સાહિત ન કરતા તો આવું શક્ય ન બની શક્યું હોત. પિતાએ મુક્કેબાજીને ખતરનાક રમત બતાવતા દુબળા-પાતળા અમિતને રમવાથી રોક્યો હતો. ત્યારે પિતાએ કહ્યું હતું કે આ મારધાડની રમત છે. તેનાથી તેને નુકસાન થશે, હવેથી રમતો નહીં. અમિત ચૂપ હતો, પણ તેના દાદા અને મોટા ભાઈ અજયે કહ્યું, અમિતને રોકો નહીં, તેને આગળ વધવા દો, ભલે તેનું કદ નાનું હોય. પણ તેનામાં સાહસ ઘણું મોટું છે. આ નામ રોશન કરશે. પિતને ત્યારે લાગ્યું હતું કે અમિતને પ્રોત્સાહન આપવા માટે આવું કહી રહ્યા છે. પણ હવે જ્યારે અમિતના નામની આગળ નંબર વન મુક્કેબાજ લખવામાં આવે છે ત્યારે તેમને લાગ્યું કે તેનો રસ્તો સાચો હતો.

નંબર-1 તરીકે રિંગમાં ઉતરવું રોમાંચક રહેશે: અમિત
ઇટલીમાં ટ્રેનિંગ કરી રહેલ અમિતનું કહેવું છે કે, સપનું સાકાર કરવાથી ઘણો નજીક છું. એટલા માટે ઘણો ઉત્સાહિત છું. ઓલિમ્પિક જેવા મોટા સ્ટેજમાં વર્લ્ડ નંબર વન તરીકે રિંગમાં ઉતરવું ખરેખર ઘણો રોમાંચ હશે. મેડલની સંભાવનાને લઇને કઇ કહી નથી શકતો. પણ આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. કારણ કે એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઘણા મુક્કેબાજોને માત આપી ચુક્યો છું. તૈયારીમાં કોઇ કસર નથી છોડી. પૂરો વિશ્વાસ છે કે મેડલની સાથે વાપસી કરીશ.

અમિત નેશનલ જીત્યા બાદ પિતાનો ભરોસો વધ્યો
અમિતના પિતા વિજેન્દ્ર પંઘાલે કહ્યું કે, અમિતે જ્યારે પહેલી નેશનલ જીતી તો વિશ્વાસ થઇ ગયો કે અમિત રમત પ્રત્યે ગંભીર છે. ત્યાર બાદ મે જાતે સંકલ્પ લીધો કે હવે અમિતના ડગલાને રોકવા નહીં દવ. અમિતના કોચ અનિલ ઘનખડની બદલી ગુરૂગ્રામમાં થઇ ગઇ તો વ્યવસ્થા ઊભી કરવી ઘણી મુશ્કેલ બની ગઇ. કારણ કે તે અમિતને પોતાની સાથે રાખવા માંગતા હતા. અમારી પરિસ્થિતિ તેના માટે તૈયાર ન હતી. તેના માટે ઉધારી કરી. પણ અમિતને તેનો ખ્યાલ આવવા ન દીધો.

ભાઈ અજયે કહ્યું: ખુશ છું કે અમિતે મને સાચો સાબિત કર્યો
અમિતની સાથે મુક્કેબાજીની શરૂઆત કરનાર તેના મોટા ભાઈ અજય ખુશ છે કે પોતાના તે નિર્ણય માટે જેમાં પોતે પાછળ હટી ગયો અને અમિતને આગળ કર્યો. તે જણાવે છે કે, એક સમયે હાલત એવી હતી કે અમિતને નેશનલ એકેડેમીમાં મોકલવા માટે ટીકિટના પૈસા ન હતા. પરિવારે બહારથી પૈસા લઇને તેને મોકલ્યો. આજે અમે ખુશ છીએ કારણ કે અમિતે અમારા સપનાને સાકાર કર્યું. હવે તે વાતની રાહમાં છીએ કે તે ઓલિમ્પિકમાં મેડલ જીતે અને દેશનું નામ રોશન કરે.

ભાસ્કર એક્સપર્ટ
મનોજ કુમાર, ઓલિમ્પિયન
-અર્જુન અવોર્ડી

લંડન ઓલિમ્પિક 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલ અર્જુન એવોર્ડી બોક્સર મનોજ કુમારે જણાવ્યું કે, ‘આ વખતે મેડલનો રંગ પણ બદલાશે અને મેડલની સંખ્યા પણ. 9 ખેલાડીઓ પાસેથી 4-5 મેડલની અપેક્ષા છે. આપણી પાસે દરેક કેટેગરીમાં ક્લાસ બોક્સર છે. તમે આપણા બોક્સરની તાકાતનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે લંડન ઓલિમ્પિકમાં જ્યારે પહેલીવાર મહિલા બોક્સિંગનો સમાવેશ કરવામાં આવ્યો તો મેરીકોમ ક્વોલિફાઈ કરી શકી ન હતી. વાઇલ્ડકાર્ડની સાથે તે રમી અને મેડલ જીતી. જ્યારે તે વાઇલ્ડકાર્ડની સાથે મેડલ જીતી શકે છે તો આ વખતે તો બધાએ મહેનતની સાથે ક્વોલિફાય કર્યું છે.’

તેણે અમિત પંઘાલ માટે કહ્યું, ‘તેને ઓલિમ્પિકમાં ટોપ રેન્કિંગ મળ્યું છે. જેમાં તેને ફાયદો મળશે. ટેકનિકલ રીતે અમિત ઘણો મજબુત છે. નાની હાઇટ તેના માટે વરદાન સાબિત થશે, કારણ કે તે પંચ મારીને ઘણી ઝડપથી બેકફૂટમાં જઇને પોતાને બચાવે છે. પોતાના પર દબાળ હાની થવા દેતો નથી. બોડી લેન્ગવેજ-સમય મહત્વના રહેશે.

મનોજે કહ્યું, ‘તમારૂ મેન્ટલ ટેમ્પરામેન્ટ બરોબર હોવું જોઇએ. તમારી બોડી લેન્ગવેજ બતાવશે કે તમે કઇ તરફ જઇ રહ્યા છો. ક્વોલિફાઈ કરનાર બોક્સરનું મેન્ટલ સ્ટેટ્સ મજબૂત હોય જ છે પણ તે દિવસ પણ તમારો હોવો જરૂરી છે. અમારે દરેક દિવસ અને દરેક મેચમાં ફોકસ કરવાનું હોય છે.’

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *