American Football Player Hassani Dotson Stephenson Proposes To Girlfriend On Pitch After Major League Soccer Match; Watch Video | મેચ પછી ફુટબોલરે ઘુંટણીયે બેસી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રિંગ પહેરાવી, દર્શકોએ 10 મિનિટ સુધી ચિયર કર્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • American Football Player Hassani Dotson Stephenson Proposes To Girlfriend On Pitch After Major League Soccer Match; Watch Video

15 મિનિટ પહેલા

અમેરિકી ફુટબોલ પ્લેયરે લાઇવ મેચમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. એમેરિકી ફુટબોલર હસની ડૉટસન સ્ટીફેન્સે રવિવારે મેજર લીગ સૉકર (MLS)માં મેચ પછી આ યાદગાર સમય મેમરીમાં કેદ કર્યો. ત્યારપછી 10 મિનિટ સુધી દર્શકો ચિયર કરતા રહ્યા હતા.

હસનીએ ઘુંટણીયે બેસીને પ્રપોઝ કરી
ફુટબોલર હસનીની ગર્લફ્રેન્ડ પેટ્રા વુકોવિચને મેદાન પર આવવા કહ્યું હતું. ત્યારપછી એણે રોમેન્ટિક અંદાજે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી. ઘુંટણીયે બેસીને એણે રિંગ પહેરાવી હતી.

હસનીની ગર્લફ્રેન્ડે પણ ફોટો શેર કર્યો
ફુટબોલર હસનીની ગર્લફ્રેન્ડ પેટ્રાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પ્રપોઝ કરતો ફોટો શેર કર્યો હતો. પેટ્રાએ કેપ્શનમાં લખ્યું હતું કે હું ઘણી ખુશ છું કે અત્યારે આ ખુશીને શબ્દોમાં વર્ણવી શકું તેવી સ્થિતિમાં નથી. હસનીએ મને જે પ્રેમ આપ્યો છે, તેની હું આભારી છું. મને શુભેચ્છાઓ પાઠવનારને ધન્યવાદ.

હસનીએ પેટ્રા સાથે ઘણા ફોટો શેર કર્યા
હસનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણા ફોટો શેર કર્યા હતા. 7 જૂને તેણે પેટ્રા સાથે એક ફોટો શેર કર્યો હતો. ફેન્સ અને પરિવારના સભ્યો કમેન્ટ્સ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અમેરિકન ફુટબોલ અંગે માહિતી
અમેરિકન ફુટબોલ 11 ખેલાડીઓની બે ટીમ વચ્ચે રમાય છે. આને રગ્બી કહેવાય છે. જેમા દરેક ટીમે હાથ અને પગથી બોલ બીજી ટીમના એન્ડ ઝોનમાં પહોંચાડવાનો હોય છે. જે ટીમના હાથમાં બોલ હોય છે, એને સામેની ટીમ બેરિકેડ બનાવીને રોકવાનો પ્રયાસ કરે છે. એન્ડ ઝોન સુધી પહોંચનાર ટીમને પોઈન્ટ મળે છે. આ ગેમ મોટાભાગે અમેરિકા અને કેનેડામાં રમાય છે. એક મેચ 60 મિનિટ સુધી ચાલે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *