Alex Antony, born in a fisherman’s home | માછીમારના ઘરે જન્મેલ એલેક્સ એન્ટની લોન લઇને ઘરનો હપ્તો ભરે છે, પહેલીવાર ઓલિમ્પિક રમશે

[ad_1]

પુલ્લુવિલા (કેરલ)24 મિનિટ પહેલાલેખક: કેએ શાજી

  • કૉપી લિંક
એલેક્સ એન્ટનીની માતા અને ભાઈ અનિલ તેને મળેલ એવોર્ડની સાથે. - Divya Bhaskar

એલેક્સ એન્ટનીની માતા અને ભાઈ અનિલ તેને મળેલ એવોર્ડની સાથે.

  • એલેક્સ 4*400 મિક્સ રિલે ટીમનો સભ્ય છે, શિક્ષકની સલાહ પર ફૂટબોલ છોડી એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવી
  • સ્પોર્ટસ ક્વોટામાં નોકરી મળ્યા બાદ ઘરની હાલત સુધરી

26 વર્ષના એળેક્સ એંટની 4*400 મીટર મિક્સ રિલે ટીમનો સભ્ય છે. તેના ઓલિમ્પિક સુધી પહોંચવાની સફર એટલી સહેલી ન હતી. એન્ટનીનો જન્મ તિરૂવનંતપુરમના બાહરી વિસ્તારમાં પુલ્લુવિલામાં માછીમારના ઘરમાં થયો હતો. નાનપણમાં ફૂટબોલર બનવાનું સપનું જોઇ રહ્યો હતો. 10 વર્ષની ઉમરમાં તેણે ફૂટબોલ રમવાનું છોડવું પડ્યું. કારણ કે તે જ્યા રમતો હતો તે બીચને 7 કિમી દુર શિફ્ટ કરી દેવામાં આવ્યો. 600 પરિવારો પર પણ તેની અસર પડી. પીવાના પાણીની પણ વ્યવસ્તા ન હતી.

પિતાની મદદ માટે એલેક્સના નાના ભાઈ અનિલે ભણવાનું છોડ્યું. પણ એલેક્સે ભણવાનું ચાલુ રાખ્યું. ભણતી વખતે જ ફિજિકલ એજ્યુકેશનના શિક્ષક પ્રદીપે એલેક્સને એથલેટિક્સમાં ધ્યાન આપવાનું કહ્યું, પ્રદીપે તેને બુટ પણ આપ્યા. માતા સરજિને કહ્યું, ‘અમે દોષિત મહેસુસ કરીએ છીએ, કારણ કે અમે તેની રમતમાં જોડાયેલ જરૂરીયાતને પુરી કરવામાં સક્ષમ ન હતા. તેના શિક્ષકોએ મદદ કરી. સાઈના કોચ નિષાદ કુમારે તેની પ્રતિભાને જોઇ અને ટ્રેનિંગ આપવાની શરૂ કરી. સરજિત પરિવારની ઇનકમ માટે માછલી સુકવતી હતી.

વાવાઝોડાથી ઘર તુટી ગ્યા બાદ સંબંધીઓના ઘરે જઇને રહેવું પડ્યું
તિરૂવનંતપુરમમાં રહેનારે કહ્યું, ‘એલેક્સ અને તેનો પરિવાર લાંબા સમયથી જળવાયુ પરિવર્તની નુકસાની ભોગવી રહ્યું છે. મે મહિનામાં આવેલ વાવાઝોડાથી તેનું ઘર તુટી ગયું હતું.’ એલેક્સનો આખો પરિવાર તેના સંબંધીઓના ઘરે રહેવા લાગ્યો હતો. હાલ તેમણે બેન્કમાંથી લોન લઇને ઘરની સ્થિતિ સુધારી હતી.

ગામનું અસ્તિત્વ બચાવવા માંગે છે એલેક્સ
પંજાબથી ફોન પર વાત કરતા એલેક્સ જણાવે છે કે જુના સમયને યાદ કરતા કહે છે કે પિતાની સાથે દેશી નાવડીમાં સમુદ્રમાં માછલી પકડવા જતા હતા. તેણે કહ્યું, ‘મારા ગામનું અસ્તિત્વ પર સંકટ છે. મને આશા છે કે ઓલિમ્પિકમાં માને આપવામાં આવેલ જવાબદારી હું સારી રીતે નિભાવી શકું અને શાનદાર પ્રદર્શન કરું.’

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *