Ahmedabad’s Mana Patel becomes country’s first female backstroke swimmer to qualify for Tokyo Olympics | અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારી દેશની પ્રથમ મહિલા બેકસ્ટ્રોક સ્વિમર બની

[ad_1]

અમદાવાદ10 કલાક પહેલા

  • કૉપી લિંક
માના પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar

માના પટેલની ફાઈલ તસવીર

  • માના પટેલની આ ઉપલબ્ધિ પર કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી

ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલ અત્યારસુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે.

ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારી ભારતની પ્રથમ મહિલા સ્વિમર
માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.

માના પટેલની જીતેલા મેડલ સાથેની ફાઈલ તસવીર.

માના પટેલની જીતેલા મેડલ સાથેની ફાઈલ તસવીર.

કિરણ રિજિજુએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં
કિરણ રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે, જેણે #Tokyo2020 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી ક્વોટા અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન.

વિજય નેહરાએ પણ અભિનંદન પાઠવ્યાં
21 વર્ષની માનાને 2019માં ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને આ વર્ષે જ તેણે કમબેક કર્યું છે. માના પટેલની આ ઉપલબ્ધિ પર વિજય નેહરાએ પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું છે, ખૂબ જ સરસ માના પટેલ, તમને અને તમારા કોચ કમલેશ નાણાવટીને હૃદયથી શુભેચ્છાઓ, સાથે જ તમારા પેરન્ટ્સ રાજીવભાઈ અને આનલબેનને અભિનંદન, જેમના સખત પરિશ્રમ અને ડેડિકેશને મેં છેલ્લાં 10 વર્ષથી જોયાં છે. તેં અમને બધાને ગર્વનો અનુભવ કરાવ્યો છે.

માના પટેલ ઉપરાંત અન્ય બે પુરુષ સ્વિમર ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ
માના ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારા અન્ય બે સ્વિમર શ્રીહરિ નટરાજ અને સજન પ્રકાશ છે. યુનિવર્સિટી ક્વોટા એક પુરુષ અને એક મહિલા પ્રતિસ્પર્ધીને ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. પોતાના સિલેક્શન વિશે ઓલિમ્પિક્સ.કોમ સાથે વાત કરતાં માના જણાવે છે કે હું ખૂબ જ આનંદ અનુભવી રહી છું. મેં મારા સાથી સ્વિમર્સ પાસેથી ઓલિમ્પિક્સ વિશે સાંભળ્યું છે અને ટીવી પર જોયું છે અને ઘણા ફોટો જોયા છે, પરંતુ આ વખતે ત્યાં રહીને દુનિયાના બેસ્ટ સ્વિમર્સ સાથે સ્પર્ધા કરવાની વાતથી મારા રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *