After winning the toss, Dhawan celebrated in a domineering style, team ready to do a whitewash in the series | ટોસ જીત્યા પછી ધવને દંબગ સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું; કેપ્ટન તરીકે વનડેમાં પહેલો ટોસ જીત્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • After Winning The Toss, Dhawan Celebrated In A Domineering Style, Team Ready To Do A Whitewash In The Series

19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 1980 પછી પહેલીવાર એક વનડેમાં ઈન્ડિયન ટીમના 5 ખેલાડી ડેબ્યૂ કર્યું

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે અંતિમ વનડે મેચ દરમિયાન શિખર ધવને અનોખું સેલિબ્રેશન કર્યું હતું. ઈન્ડિયાએ આ સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. મહત્ત્વની વાત તો એ હતી કે ત્રીજી મેચમાં શિખરે ઈન્ડિયન કેપ્ટન તરીકે પોતાનો પહેલો ટોસ જીત્યો હતો. ત્યારપછી ધવને પોતાનું ટ્રેડ માર્ક કબ્બડી સ્ટાઇલ ‘થ્હાઈ સેલિબ્રેશન’ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

ટોસ જીત્યા પછી ધવન આનંદિત
આ મેચ પહેલા ધવન ઘણો ઉત્સાહિત જોવા મળ્યો હતો. શિખરે કેપ્ટન તરીકે પહેલી ઈન્ટરનેશનલ મેચનો ટોસ જીત્યા પછી પોતાનું ટ્રેડમાર્ક થ્હાઈ સેલિબ્રેશન કરીને ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનમાં ધવન પોતાની જાંઘ પર જોરથી હાથ મારે છે. શિખર ધવનનું આ સેલિબ્રેશન જોઇને શ્રીલંકન કેપ્ટન પણ હસવા લાગ્યો હતો. આ ખાસ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

1980 પછી 5 ડેબ્યૂ કરનાર ખેલાડી એક જ મેચમાં
વર્ષ 1980 પછી પહેલીવાર એક વનડેમાં ઈન્ડિયન ટીમના 5 ખેલાડી ડેબ્યૂ કર્યું. જેમાં રાહુલ ચહર, ચેતન સાકરિયા, સંજૂ સેમસન, કે.ગૌતમ અને નીતીશ રાણા ડેબ્યૂ કરશે. ધવનની ટીમ આગામી T-20 વર્લ્ડ કપને જોતા એક્સપેરિમેન્ટ્સ કર્યા હોવાનું અનુમાન. ભુવનેશ્વર કુમારને આરામ આપીને તેના સ્થાને નવદીપ સૈનીને તક અપાઈ છે.

ઓફ ધ ફિલ્ડ પણ ઈન્ડિયન ટીમ ઉજવણીના મૂડમાં હતી
ઈન્ડિયન ટીમ ત્રીજી વનડે પહેલા ઉજવણીના મૂડમાં જોવા મળી હતી. મોટાભાગના ખેલાડીઓ હોટલના કેફેમાં સોન્ગ ગાઇને તથા સ્વિમિંગ પુલમાં મસ્તી કરીને ટાઈમ સ્પેડ કરતા જોવા મળ્યા હતા. BCCIએ દીપક ચાહરનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઈન્ડિયન ટીમના ફિઝિઓ નિરંજન પંડિત સાથે ગીત ગાતો જોવા મળ્યો હતો. દીપકે મિક્સ રેટ્રો સોન્ગ્સ ગિટાર વગાડતા-વગાડતા ગાયા હતા.

‘રોકસ્ટાર ચાહર’નો વીડિયો વાઇરલ
આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં બીજી વનડેના મેચ વિનરને કોણ ભૂલી શકે! દીપક ચાહર…. જેણે 69 રનની ઈનિંગ રમીને ઈન્ડિયન ટીમને મેચની સાથે સિરીઝ પણ જીતાડી હતી. હવે એ મેચ વિનરનું રોકસ્ટાર રૂપ પણ સામે આવ્યું છે. BCCIએ ત્રીજી વનડે મેચના 1 દિવસ પહેલા દીપક ચાહરનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઈન્ડિયન ટીમના ફિઝિઓ નિરંજન પંડિત સાથે ગીત ગાતો જોવા મળ્યો હતો. દીપકે મિક્સ રેટ્રો સોન્ગ્સ ગિટાર વગાડતા-વગાડતા ગાયા હતા.

ઈન્ડિયા VS શ્રીલંકા હેડ-ટુ-હેડ

  • ઓવરઓલ વનડે મેચઃ 161
  • ઈન્ડિયા જીત્યું- 93
  • શ્રીલંકા જીત્યું- 56
  • N/R (No Result)- 11
  • ટાઈ- 1

શ્રીલંકામાં વનડે મેચઃ 63 રમાઈ

  • ઈન્ડિયા જીત્યું – 30
  • શ્રીલંકા જીત્યું – 27
  • N/R (No Result)- 6

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *