65kg the most difficult weight category in the Olympics, capable of beating anyone | ઓલિમ્પિકમાં 65 કિગ્રા સૌથી મુશ્કેલ વેઈટ કેટેગરી, કોઈ પણ કોઈને હરાવવામાં સક્ષમ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • 65kg The Most Difficult Weight Category In The Olympics, Capable Of Beating Anyone

ચંડીગઢ4 કલાક પહેલાલેખક: ગૌરવ મારવાહ

  • કૉપી લિંક
  • આ કેટેગરીમાં રમતા ભારતીય પહેલવાન બજરંગ રશિયામાં ટ્રેનિંગ મેળવી રહ્યા છે

ભારતીય પહેલવાન અને ટોક્યો ઓલિમ્પિકમાં આપણી સૌથી મોટી આશા બજરંગ પૂનિયા પોતાના ડ્રીમ મેડલ માટે પરસેવો પાડી રહ્યો છે. 27 વર્ષનો બજરંગ રશિયામાં ટ્રેનિંગ મેળવી રહ્યો છે. તે ઓલિમ્પિકમાં સૌથી પડકારજનક વજન કેટેગરી 65 કિગ્રાને માને છે, જેમાં તેણે રમવાનું છે. તેનું માનવું છે કે, આ કેટેગરીમાં કોઈ પણ કોઈને હરાવવામાં સક્ષમ છે. તે પ્રથમ વખત ઓલિમ્પિક રમશે. તેની સાથે વાતચીતના અંશ…

  • ઓલિમ્પિકમાં સૌથી વધુ કોનાથી ટક્કર મળી શકે છે?

ઓલિમ્પિક રેસલિંગમાં 65 કિગ્રામ કેટેગરી સૌથી મુશ્કેલ છે. દુનિયાભરના દિગ્ગજ આ કેટેગરીમાં છે. જેમાં કોઈ પણ કોઈને હરાવી શકે છે, જેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે લેવલ કેવા પ્રકારનું છે. જે જેટલું સારું કરે છે, તેને ભગવાનનો એટલો સાથ મળે છે. તે કોઈની પણ સાથે જીતી શકે છે.

  • તમે વર્લ્ડ, એશિયન, કોમનવેલ્થ રેસલિંગ મેડલ જીતી ચૂક્યા છો? ઓલિમ્પિક મેડલનો અર્થ શું છે?

ઓલિમ્પિકમાં દેશ માટે રમવું દરેકનું સ્વપ્ન હોય છે. તમે ભલે દરેક ઈવેન્ટમાં મેડલ જીત્યા હોવ, પરંતુ આ મેડલ સૌથી ખાસ છે. દરેક ઈવેન્ટમાં મારું લક્ષ્ય એ જ હોય છે કે હું મારું શ્રેષ્ઠ આપું. ટોક્યો ઓલિમ્પિકમાં પણ આ રીતે જ રમવા ઉતરીશ.

  • ઓલિમ્પિક મેડલ માટે કોની પ્રેરણા લો છો?

મને અનેક લોકોની પ્રેરણા મળી છે. હું જોર્ડન બરોજને ખૂબ માનું છું. હસન યાજદાની પાસેથી પણ પ્રેરણા મેળવું છું. તે 86 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલિસ્ટ રહ્યા છે. આ બંને મારા મિત્ર પણ છે. હું તેમની રેસલિંગ સ્કિલનો ફેન છું.

  • કોવિડના કારણે ઓલિમ્પિકની તૈયારી પર કેટલી અસર પડી છે?

શરૂઆતના 9-10 મહિના ઘણા મુશ્કેલ હતા. ટ્રેનિંગનું રૂટીન બગડી ગયું હતું. રેસલિંગમાં શારીરિક સંપર્ક મહત્ત્વનો હોય છે, એટલે કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ અઘરી રહી. વિવિધ સ્પર્ધાઓ બંધ હતી. એ જરૂરી હોય છે, કેમકે અહીં જ તમે વિરોધી પહેલવાનોની ગેમને સમજો છો અને તેની નબળાઈઓ ચકાસો છો. મને આ દરમિયાન કોઈ પાર્ટનર મળ્યું નહીં, જેની ટ્રેનિંગમાં સૌથી વધુ જરૂર હોય છે.

  • કોવિડે મેન્ટલ હેલ્થ પર પણ અસર નાખી છે. તેના અંગે શું કહેવું છે?

તમારે કોઈ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો હોય કે ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવું હોય, ક્વોરેન્ટાઈન રહેવું પડે છે. આ મુશ્કેલ સમય હોય છે. એથ્લીટ્સ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઓલિમ્પિકની તૈયારી માટે આ ઘણું મુશ્કેલ છે. મારા મુજ દરેકે માનસિક રીતે સ્વસ્થ રહીને સુરક્ષા સાથે આગળ વધવાનું છે.

  • રોમ રેન્કિંગ સિરીઝમાં ગોલ્ડ કેટલો મહત્ત્વનો છે?

તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને ખબર પડે છે કે ટ્રેનિંગ સાચી દિશામાં ચાલી રહી છે. જોકે, એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે કે, સફળતા કોન્ફિડન્સને ઓવરકોન્ફિડન્સમાં તબદીલ ના કરે. મારું રેન્કિંગ 1 હોય કે 10, મારું લક્ષ્ય મેડલ જીતવાનું છે. જો મેડલ જીતતો નથી તો રેન્કિંગમાં કોઈ ફાયદો નથી. રેન્કિંગ ટૂર્નામેન્ટમાં રમવાનો એ જ ટાર્ગેટ હોય છે કે, ઓલિમ્પિકમાં કેવા પ્રકારની સીડ મળશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *