4th National Youth Boxing Championship Sonipat; Mismanagement In Such A Situation, How Will You Win The Olympic Medal? | નેશનલ યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અવ્યવસ્થા; ટોઇલેટ માટે પણ લાંબી લાઇનો લાગે છે, કોવિડ પ્રોટોકોલના લીરેલીરા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • 4th National Youth Boxing Championship Sonipat; Mismanagement In Such A Situation, How Will You Win The Olympic Medal?

13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સોનીપતમાં એક પ્રાઇવેટ સ્કૂલમાં નેશનલ યૂથ ચેમ્પિયનશિપના એથલીટ્સ જમીન પર સૂતા નજરે પડ્યા. અહીં લગભગ 30 જેટલા ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. - Divya Bhaskar

સોનીપતમાં એક પ્રાઇવેટ સ્કૂલમાં નેશનલ યૂથ ચેમ્પિયનશિપના એથલીટ્સ જમીન પર સૂતા નજરે પડ્યા. અહીં લગભગ 30 જેટલા ખેલાડીઓને રાખવામાં આવ્યા છે.

  • એથલીટ્સ જમીન પર સૂતા નજરે પડ્યા, ખેલાડીઓના ગાદલાઓ વચ્ચે પણ અંતર જળવાયું નહતું

ટોક્યો ઓલિમ્પિકને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં પહેલીવાર ઈન્ડિયામાંથી પ્લેયર્સનું સૌથી મોટુ ગ્રુપ ભાગ લેવા જઈ રહ્યું છે. પરંતુ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની વ્યવસ્થાઓને જોતા લાગે છે કે ઓલિમ્પિક મેડલ જીતવાની આશા રાખવી આમના માટે અન્યાય સમાન રહેશે. સોનીપતમાં રવિવારે એક પ્રાઇવેટ સ્કૂલમાં ફોર્થ યૂથ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ. જેમાં યૂથ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર કોચે ભાસ્કરને એક વીડિયો શેર કર્યો હતો.

વીડિયોને જોઇને સ્પષ્ટપણે જોવા મળે છે કે અહીંયા કેટલી અવ્યવસ્થા છે. ટૂર્નામેન્ટ પહેલા અહીં કોવિડ પ્રોટોકોલના પણ લીરેલીરા ઉડાવાઈ રહ્યા છે. ખેલાડી માટે જે પ્રમાણેની વ્યવસ્થા કરાઈ છે એને જોતા એક જ સવાલ સામે આવે છે કે શું આવી સ્થિતિમાં ખેલાડીઓ ઓલિમ્પિકમાં મેડલ જીતશે? સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અને યુવા મંત્રાલયે સતત દાવા કર્યા હતા કે 2024 અને 2028 સુધી ઓલિમ્પિકમાં ભારત ટોપ-10 મેડલિસ્ટ દેશની યાદીમાં સામેલ હશે, પરંતુ આવી વ્યવસ્થાને જોતા તમામ દાવાઓ પણ પાણી ફરી વળે તેમ લાગી રહ્યું છે.

એથલીટ્સ જમીન પર સૂતા નજરે પડ્યા
હરિયાણા સ્ટેટ બોક્સિંગ ફેડરેશન આ ચેમ્પિયનશિપનું આયોજન નેશનલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના બેનર હેઠળ કરી રહ્યું છે. વીડિયોમાં ખેલાડીઓ જમીન પર પાથરેલા ગાદલા પર સૂતા જોઇ શકાય છે. એક રૂમમાં 30થી વધુ એથલીટ્સ એક સાથે સૂઈ રહ્યા છે. ખેલાડીઓના ગાદલાઓ વચ્ચે અંતર પણ જાળવવામાં આવ્યું નથી.

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા માટે લોકોને ટકોર કરી રહ્યા છે. જોકે આયોજકો વડાપ્રધાનની વાત ગણકારી રહ્યા નથી. વીડિયો શૂટ કરનાર શખસે પણ કહ્યું હતું કે સવારે ટોઈલેટમાં જવા માટે લાંબી લાઇનો લાગે છે. આ લાઇનોમાં ખેલાડીઓની સાથે કોચ, મેનેજર પણ ઉભા રહે છે.

ટોક્યોમાં પહેલીવાર 9 બોક્સર ભાગ લઈ રહ્યા છે
લંડન ઓલિમ્પિકમાં મહિલા બોક્સિંગને અનુમતિ મળ્યા પછી ટોક્યો માટે 4 ઈન્ડિયન મહિલા બોક્સર્સને ક્વોલિફાઈ કરાઈ છે. જેમાં 51 કિલો વેઇટ કેટેગરીમાં મેરીકોમ, 60 કિલોમાં સિમરનજીત કોર, 69 કિલોમાં લવલીના બોરગોહેન અને 75 કિલો વેઈટમાં પૂજા રાની સામેલ છે.

પુરુષોમાં 52 કિલો વેઈટ કેટેગરીમાં અમિત પંધલ, 63 કિલો વેઇટમાં મનીષ કૌશિક, 69 કિલો વેઇટમાં વિકાસ કૃષ્ણન, 75 કિલો વેઇટમાં આશીષ કુમાર અને 91 પ્લસમાં સતીશ કુમાર સામેલ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *