3 players of England team Corona positive before the one-day series against Pakistan; The entire team will be changed, with a Test series against India in August | પાકિસ્તાન સામેની વન-ડે સીરીઝ પહેલા ઇંગ્લેન્ડ ટીમનાં 3 પ્લેયર્સ કોરોના પોઝિટિવ; આખી ટીમ બદલવામાં આવશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • 3 Players Of England Team Corona Positive Before The One day Series Against Pakistan; The Entire Team Will Be Changed, With A Test Series Against India In August

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • ટીમનાં 3 ખેલાડી સાથે 7 ટીમ મેંબર કોરોના પોઝિટિવ આવ્યા છે
  • ઓગસ્ટમાં ભારત વિરુધ્ધ ટેસ્ટ સીરીઝ રમાવાની છે

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પર કોરોના ત્રાટકતા સંકટનાં વાદળો ઘેરાયા છે. ટીમનાં 3 ખેલાડી સાથે 7 ટીમ મેંબર કોરોના પોઝિટિવ આવ્યા છે. ઇંગ્લેડ પોતાના ઘર આંગણે પાકિસ્તાનની વિરુધ્ધ 3 વનડે અને 3 T-20સીરીઝ રમવાનું છે. પહેલી મેચ 8 જુલાઇનાં રોજ રમાવાની છે. પાકિસ્તાન સામેની સિરિઝ બાદ ઇંગ્લેન્ડ ઓગસ્ટમાં ભારત વિરુધ્ધ 5 ટેસ્ટ મેચ પોતાના ઘર આંગણે રમવાની છે.

પાકિસ્તાન વિરૂધ્ધ પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડ પોતાની આખી નવી ટીમ ઉતારશે. આ ટીમની કેપ્ટનશીપ ઇંગ્લેંડનાં સ્ટાર ઓલરાઉંડર બેન સ્ટોક્સને આપવામાં આવશે. રેગ્યુલર કેપ્ટન મોર્ગન છે પરંતુ હજી સંક્રમીત ખેલાડીઓના નામમાં તેનુ નામ જાહેર કરવામાં આવ્યુ નથી.

પાકિસ્તાન વિરૂધ્ધ વન-ડેમાં નવી ટીમ ઉતરશે
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)નાં અનુસાર ચેપગ્રસ્ત ખેલાડીઓ અને સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અન્ય ખેલાડીઓ અને સ્ટાફ પણ તેમના સંપર્કમાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તેમને 10 દિવસ માટે આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. બેન સ્ટોક્સ ઈજામાંથી સાજા થયા પછી કમબેક કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાન સામેની પ્રથમ વન-ડે મેચ માટે નવી પ્લેઇંગ -11 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

4 ઓગસ્ટથી ટીમ ઇન્ડિયા સામે ટેસ્ટ સિરિઝ
ભારતે ટીમ ઇંગ્લેન્ડ વિરુધ્ધ તેમના જ ઘરઆંગણે 5 ટેસ્ટની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં રમાશે. 5 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 10 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં યોજાશે. તમામ ભારતીય ખેલાડીઓ હાલ તેમના પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં ફરી રહ્યા છે. શ્રેણીના થોડા દિવસો પહેલાં તેમને પાછા બોલાવામાં આવશે. તેમને આઇશોલેશનમાં રાખી બાયોબબલમાં પ્રવેશ કરાવવામાં આવશે.

કોચ કોલિંગવુડ સહિત આઇસોલેશન થનારી ઇંગ્લેન્ડની ટીમ
ઓએન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરસ્ટો (વિકેટકિપર), ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ (વિકેટકિપર), જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, ટોમ કરન, લિયામ ડોસન, જ્યોર્જ ગર્ટન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ , જો રુટ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

વન-ડે સીરીઝ માટે પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપ-કપ્તાન), અબ્દુલ્લા શફીક, આગા સલમાન, ફહિમ અશરફ, ફખર ઝમાન, હૈદર અલી, હરીસ રઉફ, હારીસ સોહેલ, હસન અલી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), સરફરાઝ અહેમદ (વિકેટકિપર), સૌદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, સોહૈબ મકસૂદ, ઉસ્માન કાદિર.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *