1983 World Cup Kapil Dev’s team player ‘suddenly out’, Yashpal Sharma dies of heart attack | 1983 વર્લ્ડકપની કપિલ દેવની ટીમના એક ખેલાડી ‘અચાનક આઉટ’, યશપાલ શર્માનું હાર્ટ-અટેકથી મોત

[ad_1]

18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું મંગળવારે સવારે અવસાન થયું છે. યશપાલ શર્મા 1983માં જ્યારે ભારત પહેલીવાર વિશ્વકપ જીત્યુ ત્યારની ટીમમાં તેમનું સ્થાન હતું અને એ ટીમમાં તેમણે એક મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર પછી ખેલજગતમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983ની વિશ્વવિજેતા ટીમનો ભાગ એવા યશપાલ શર્માનું હાર્ટ-અટેકના કારણે નિધન થયું છે. યશપાલ શર્માએ 1978માં ડેબ્યુ કર્યું હતું અને 1985માં પોતાની છેલ્લી વન-ડે મેચ રમ્યા હતા.

યશપાલ શર્માએ ભારત માટે કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 34ની એવરેજથી 1606 રન બનાવ્યા હતા અને 42 વન-ડેમાં યશપાલ શર્માએ 883 રન બનાવ્યા હતા.

વિશ્વવિજેતા ટીમનો મહત્ત્વનો ભાગ
યશપાલ શર્મા 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો. યશપાલ શર્માએ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી પ્રથમ મેચમાં 89 રન બનાવ્યા હતા, જેમાં ભારતની જીત થઇ હતી. એ બાદ સેમિફાઇનલમાં તેમણે 61 રનની ઇંનિગ્સ રમી હતી અને ભારતે ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *