12 points if you win a Test, 4 points if you draw and 6 points in a tie, each team will play 6 series | એક ટેસ્ટમાં જીત થશે તો મળશે 12 પોઈન્ટ, ડ્રો થશે તો 4 અને ટાઈ પર 6 પોઈન્ટ, દરેક ટીમ રમશે 6 સીરીઝ

[ad_1]

દુબઈ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી સાઈકલ (2021-23)ની સીરીઝની જાહેરાત કરી દીધી છે. આ સાઈકલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓગસ્ટમાં રમાનારી 5 ટેસ્ટ મેચની સીરીઝથી શરૂ થશે. ICCએ આ સાથે જ બીજી WTC માટે પોઈન્ટ સિસ્ટમની જાહેરાત પણ કરી દીધી છે. બીજી WTC અંતર્ગત તમામ ટીમની સીરીઝ પહેલાંથી જ નક્કી છે. જો કે ICCએ હજુ સુધી ફાઈનલનું વેન્યૂ અને તારીખની જાહેરાત નથી કરી.

જો કે હજુ તે નક્કી નથી થયું કે ફાઈનલનો મુકાબલો ક્યાં રમાશે.

ટીમ ડ્રોની જગ્યાએ જીત મેળવવાનો પ્રયાસ કરશે
ICCએ જણાવ્યું કે WTCની સાઈકલ અંતર્ગત તમામ મેચના એક સરખા જ પોઈન્ટ હશે. એક મેચમાં જીત મેળવે તો તે ટીમને 12 પોઈન્ટ મળશે. મેચ ડ્રો જશે તો બંને ટીમને 4-4 પોઈન્ટ મળશે. તો ટાઈની સ્થિતિમાં બંને ટીમને 6-6 પોઈન્ટ મળશે. ગત સાઈકલમાં મેચ ડ્રોમાં જીતના અડધા પોઈન્ટ મળતા હતા. આ વખતે ડ્રોની સ્થિતિમાં એક તૃતિયાંશ પોઈન્ટ જ મળશે, જો કે ટીમ ડ્રોની જગ્યાએ જીત મેળવવા પર વધુ જોર આપશે.

5 ટેસ્ટ મેચની માત્ર બે સીરીઝ
WTCની બીજી સાઈકલમાં ભારત-ઈંગ્લેન્ડ સીરીઝ ઉપરાંત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી એશિઝ શ્રેણીમાં જ 5-5 ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારતમાં રમાનારી ટેસ્ટ સીરીઝ 4 મેચમાં એકમાત્ર સીરીઝ હશે. સાઈકલમાં 7 સીરીઝ 3 ટેસ્ટ મેચની અને 13 સીરીઝ 2 ટેસ્ટ મેચની હશે.

કુલ 9 ટીમ ભાગ લેશે
WTCની બીજી સાઈકલમાં કુલ 9 ટીમ સામેલ છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ઉપરાંત પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશ ભાગ લેશે. દરેક ટીમને 6 સીરીઝ રમવાની રહેશે. જેમાં 3 હોમ સીરીઝ હશે અને 3 અવે સીરીઝ હશે.

સૌથી વધુ મેચ ઈંગ્લેન્ડ રમશે
આ વખતની સાઈકલમાં સૌથી વધુ 21 ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની ટીમ રમશે. ભારતીય ટીમ 19 અને ઓસ્ટ્રેલિયાની ટીમ 18 ટેસ્ટ મેચ રમશે. સાઉથ આફ્રિકા 15 અને પાકિસ્તાન 14 મેચ રમશે. હાલની ચેમ્પિયન ટીમ ન્યૂઝીલેન્ડ 13 મેચ રમશે. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત કોઈ પણ ટીમ પોતાની એક પણ સીરીઝમાં 3થી વધુ મેચ નહીં રમે. બાંગ્લાદેશ 9 ટીમમાંથી એકમાત્ર ટીમ છે જે પોતાની દરેક સીરીઝ 2 મેચ જ રમશે.

સ્લો ઓવર રેટ માટે પેનલ્ટી
ICCએ સ્લો ઓવર રેટ માટે પેનલ્ટીની જાહેરાત પણ કરી છે. દરેક ઓવર માટે દોષી ટીમના 1 પોઈન્ટ કાપવામાં આવશે.

પરસેન્ટેજ પોઈન્ટ સિસ્ટમ લાગુ થશે
ગત વખતની જેમ આ વખતે દરેક સીરીઝના 120 પોઈન્ટ નથી. દરેક મેચ માટે એક સરખા પોઈન્ટ આપવામાં આવ્યા છે. જો કે પરસેન્ટ પોઈન્ટ સિસ્ટમને યથાવત રાખવામાં આવ્યા છે. કોઈ પણ ટીમ પોતાના માટે ઉપલબ્ધ પોઈન્ટમાંથી કેટલા પરસેન્ટ પોઈન્ટ મેળવે છે તે આધારે ટેબલ તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *