110 kg pakistani cricketer Azam Khan debuts in international cricket, mocked by fans on social media | 110 કિલોના આઝમ ખાને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, સોશિયલ મીડિયામાં ફેન્સે મજાક ઉડાવી

[ad_1]

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આઝમ ખાન PAK ડોમેસ્ટિક ક્રિકેટનો સ્ટાર ખેલાડી છે

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટ કિપર મોઇન ખાનના પુત્ર આઝમ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. એણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની T-20 સિરીઝની પહેલી મેચમાં 5* રન બનાવ્યા છે. આ મેચમાં આઝમ ખાન તેના વજનને લઇને ચર્ચામાં રહ્યો હતો. સોશિયલ યૂઝર્સે વિવિધ પોસ્ટ શેર કરીને આઝમની મજાક ઉડાવી હતી.

આઝમ ખાન PAK ડોમેસ્ટિક ક્રિકેટનો સ્ટાર છે
આઝમ ખાન પહેલેથી જ પોતાની આક્રમક બેટિંગના કારણે ચર્ચામાં હતો. એણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મેચ વિનિંગ સ્કોર્સ પણ કર્યા છે. આઝમ ખાન પોતાની ફિટનેસના કારણે નેશનલ ટીમમાં સ્થાન મેળવી શકતો નહતો.

આઝમે 1 વર્ષમાં 30 કિલો વજન ઘટાડ્યું
પાકિસ્તાની ન્યૂઝ પેપર ડૉનના જણાવ્યા પ્રમાણે 12 મહિનામાં આઝમે 30 કિલો વજન ઘટાડ્યું છે. આઝમનું વજન પહેલા 140 કિલો હતું, પછી એણે મહામહેનતે 1 વર્ષમાં વજન ઘટાડ્યું.

22 વર્ષીય આઝમ ખાન નેશનલ ટીમ તરફથી રમનાર 5મો પાકિસ્તાની ખેલાડી છે જેના પિતા ક્રિકેટર રહી ચૂક્યા છે. આની પહેલા મોહમ્મદ-મુદ્સ્સર નઝર, હનીફ મોહમ્મદ-શોએબ મોહમ્મદ, માઝિદ ખાન-બાજિદ ખાન, અબ્દૂલ કાદિર- ઉસ્માન કાદિર પાકિસ્તાની ટીમ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે.

વનડેની શરમજનક હાર પછી PAKએ પહેલી T-20 જીતી
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે પહેલી વિકેટ માટે 150 રનની આક્રમક પાર્ટનરશિપ થઈ હતી. જેની સહાયતાથી પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 232 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડે પહેલી 7 ઓવરમાં જ 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ લિવિંગસ્ટને 43 બોલમાં 103 રન બનાવીને મેચ જીવંત રાખી હતી. લિવિંગસ્ટને પોતાની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ આ મેચમાં બનાવ્યો હતો. તેમ છતાં ઇંગ્લેન્ડની ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 31 રનથી હારી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *